સંઘર્ષ??
આપણા સમાજને આપણા બાબા સાહેબે ત્રણ સૂત્ર આપેલા શિક્ષિત બનો,સંગઠિત બનો અને સંઘર્ષ કરો...
આજે આ આપણો સમાજ શિક્ષિત બનેલો સમાજ નાના-નાના ટોળાઓમાં સંગઠિત થઈ રહ્યો છે અને સંઘર્ષ ની પરિભાષા શું છે એ એને એની જાણે કોઈ ખબર જ નથી! બાબા સાહેબે કહેલું કે સંઘર્ષ કરો. ડટીને રહો , ગમે તેવી મુસીબત આવે તો પણ સંગઠિત થઈ અને છેલ્લે સુધી સંઘર્ષ કરશો તો પરિણામ મળશે જ...
દલિત સમાજ હંમેશાં છેલ્લે સુધી સંઘર્ષ કરે છે ને ત્યારબાદ સમાજના જ દલાલોના દબાણ વશ થઈને આપણો વર્ષોનો દુશ્મન(મનુવાદીઓને) ના શરણે થઈ જાય છે.
આપણા જ બાપે કાયદો બનાવ્યો છે પરંતુ એ કાયદાનું ભાન આજે પણ આપણા આ પલિત સમાજને નથી અને છેલ્લે કોઈપણ કેસ જોઈ લ્યો આપણો જ દુશ્મન વિજેતા થઈ રહ્યો છે આવું કેમ???
આજના સમયમાં આ આપણા સમાજ પાસે સંગઠન,ગુપ્તતા અને એક સૂત્રતા નો અભાવ વર્તાઈ રહ્યો છે
આજે દલિત સમાજની કોઈપણ મેટર બને તો કોંગ્રેસ ભાજપના મોરચાના કે નાના મોટા સંગઠનો ચલાવતા પરચુરણ, પગલુછણીયા એવા ફોલ્ડરિયા નેતાઓ પોતાનો લાભ ખાટવા માટે અને પોતાની પ્રસિદ્ધિ માટે ગમે તે હદે જઈને પણ(સમાધાન ના માર્ગ દ્વારા) દુશ્મનના ખોળામાં બેસીને સમાજ સાથે અમુક સમયે ગદ્દારી કરી રહ્યા હોય છે આવા લોકો દહીં અને દૂધ બંનેમાં પગ રાખી રહ્યા હોય છે.
અને આવા બનાવો ને ભવિષ્યમાં પોતાની પ્રસિદ્ધિ માટે પ્રશંસા સ્વરૂપે ફરીથી લોકો વચ્ચે લઈ જાય ને હું હતો એટલે આમ કર્યું હતું અને તેમ કર્યું હતું એ વખતે આવું હતું છતાં પણ મેં આમ કર્યું અને તેમ કર્યું કરી ને પોતાના જ ગુણગાનો ગાઈ રહ્યા હોય છે આવા લોકોથી સમાજે ચેતવાની જરૂર છે આજે સમાજમાં ઘણા બધા એવા યુવાનો છે જે ઘણી ખરી બાબતોનું સારું એવું નોલેજ ધરાવતા હોય છે જે સમાજ માટે કંઈ કરી છૂટવા માટે હંમેશા તૈયાર હોય છે પરંતુ આવા યુવાનોના અવાજો દબાવી દેવામાં આવે છે એમને જાહેરમાં બોલવા દેવામાં આવતા નથી કે એમના સજેશનો પર પણ ધ્યાન દેવામાં આવતું નથી
આવું
કેમ???
Comments
Post a Comment