સમાજ ના ડખા

સમાજ એટલે શું?

સમાજની જરૂર કેમ છે, સમાજ બનાવવો કેમ પડ્યો? 

સંજય ભાટિયા ના જયભીમ 


આધુનિક યુગમાં સમાજ એટલે પરિવર્તન ની દિશા તરફ આગળ વધી ને પોતાના લોકોનું હિત કરવું તથા આવનારી ભવિષ્યની પેઢીને બાબાસાહેબે આપેલા સૂત્ર પ્રમાણે શિક્ષિત કરવી અને મજબૂત કરવી એનો હાથ પકડી ઉપર લાવવાનો સતત પ્રયત્ન કરવો એ સમાજનો પ્રથમ પાયો છે અને આ પાયાનું રોપણ આપણા મસીહા એવા બાબાસાહેબ એ કરેલું છે તેમણે સતત અભ્યાસ કરી ને આપણો વિચાર કરી આપણા ભવિષ્યનો વિચાર કરીને આપણને અંધકારની ગર્તામાંથી દૂર એક ઝળહળતા પ્રકાશ તરફ લાવવાનો સતત પ્રયાસ કરેલો છે અને તે પ્રકાશની જ્યોત એટલે આજના ભાટિયા સાહેબ, પરમાર સાહેબ,રાઠોડ સાહેબ, ચૌહાણ સાહેબ, ચાવડા સાહેબ વાઘેલા સાહેબ, સોલંકી સાહેબ, મકવાણા સાહેબ..... વગેરે વગેરે આપણા સમાજના સાહેબો .. બાબાસાહેબ ના પ્રયત્નોના કારણે કહેવાણા

અને આ સાહેબ લોકોને સાહેબ કેમ કહેવાય કારણ કે આ લોકો સતત પરિવર્તનની દિશામાં રહીને શિક્ષણને પ્રાવધાન આપીને વિચારશીલ રહી સમાજને યોગ્ય દિશા તરફ વાળવના તથા બાબા સાહેબે જે અધૂરું કામ મૂક્યું છે તેને પૂરું કરવું..... જેમકે સૌ પ્રથમ તો મનુવાદ નો નાશ કરવો તથા મનુવાદને પોષતા કુરિવાજો તિલાંજલિ આપવી

હવે જો કુરિવાજો કુરિવાજો ગણાવા બેસીએ તો એનું લિસ્ટ બહુ લાંબુ છે પરંતુ આજે આપણે જેના વિશે ચર્ચા કરવા માગીએ છીએ એ મોટામાં મોટો કુરિવાજ એટલે *મૃત્યુભોજ....*

મરેલા પાછળ ખાવાનો રિવાજ એ બ્રાહ્મણોએ પોતાનું પેટ ભરવા માટે કાઢેલો બહુ મોટો કુરિવાજ છે બાબા સાહેબ એ લખેલા પુસ્તક શુદ્રો કોણ? વાંચશો તો જવાબ મળી જશે!

આ એક એવો પણ કુરિવાજ છે કે જેના લીધે આજે આપણા સમાજ માંથી મોટાભાગના લોકો ખેડૂતમાંથી જ મટી ગયા છે કારણ કે આ કુરિવાજોના લીધે જમીનો પણ સસ્તા ભાવે વેચેલી જ છે અને નાત,બારમા કરી બાપનું નામ બગાડ્યું પણ છે!?


મૃત્યુભોજ એ ચોત્રિસી પરગણા માટે આજની ચર્ચાનો વિષય કેમ બની રહ્યું છે??

સમાજ સતત બદલાવ જંખી રહ્યું છે અને એ બદલાવ 34સી પરગણા એ લાવી બતાવ્યો છે અને અમુક મનુવાદી વિચારધારા વાળા જેમને બાબાસાહેબ કે બાબા સાહેબ આપેલા અનમોલ વિચારો સાથે સ્નાનસુતકનો પણ સંબંધ નથી એવા નકામા લોકો ૨૧મી થી સીધા ૧૭મી ૧૮મી સદી તરફ જઈ રહ્યા છે. સાહેબ માંથી ઢેઢ બનવા જઈ રહ્યા છે

પોતાનો કક્કો ખરો કરવા માટે મરનાર વ્યક્તિનું મોત લજાવવું જેના માટે રમત વાત છે એવા લોકો આજે 34 સી પરગણા સમાજના બંધારણ નું ઉલ્લંઘન કરીને મારનાર વ્યક્તિ ના સ્વજનો ના ખભે બંદૂક કરીને બે ચાર ગામ ની મનુવાદી વિચારસરણીઓએ ભેગી થઈ સમાજે બંધ કરેલા મૃત્યુભોજને ચાલુ કરાવવા માંગે છે એ આ કેટલા અંશે વ્યાજબી છે?? શું આવા લોકો માટે સમાજ રમકડું છે?? શું આવા લોકો માટે મારનાર વ્યક્તિ રમકડું માત્ર છે કે જેનો પોતાનો અહંકાર સંતોષવા માટે ઉપયોગ થઈ રહ્યો છે? 


34સી સમાજની ઘણી બધી કલમો છે પરંતુ મૃત્યુ ભોજ ની કલમ ઉપર ચર્ચા કરવાનું મુખ્ય કારણ એ છે કે એના લીધે અગાઉ સમાજમાં બે ભાગ પડી ગયા હતા જેનું નામ આપેલું હતું દાળભાત બંધ અને દાળભાત ચાલુ અગાઉ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે જો દાળ ભાત બંધ વિચારસરણી વાળા લોકો ના ત્યાં 15 દિવસમાં કોઈ મોત થાય તો એમને દાળ ભાત કરવા અને જો દાળ ભાત ચાલુ વિચારસરણી વાળા લોકોના પ્રથમ 15 દિવસમાં કોઈ મોત થાય તો એમને બંધ રાખવા મતલબ કે જે વિચારસરણી ધરાવતા લોકોને ત્યાં પ્રથમ 15 દિવસમાં જે મોત થાય એ ઉપરોકત પ્રમાણે વર્તન કરવું ત્યારબાદ દાળ ભાત એટલે કે મૃત્યુ ભોજ 34સી સમાજમાં સદંતર બંધ રાખવા... અને એ પ્રમાણે દાળ ભાતબંધ વિચારસરણી વાળાને ત્યાં મરનાર 50વરસની ઉંમર ના વ્યક્તિ પાછળ આ લોકોએ દાળભાત કરાવ્યા હતા અને ત્યારબાદ સદંતર બંધ ....


તો પછી આજે સર્વ સંમતિથી બંધ કરવામાં આવેલ કુરિવાજ ને ચાલુ કરવા માટે એટલે કે થૂંકેલ ચાટવા માટે, મૃત્યુભોજ ના ગળફા ગળે ઉતારવા માટે અને સમાજને ગેરમાર્ગે દોરીને પોતાનો કક્કો જે ખોટો જ છે એને ખરો કરવા માટેની આટલી બધી ઉતાવળ કેમ!!!!!

શું આવા નિર્ણયો થી સમાજ પ્રગતિ ના પંથે જઈ ચડશે!?

34સી સમાજના શિક્ષિત યુવાનો તથા બુદ્ધિજીવીઓ વડીલો આગળ આવે અને આવા કુરિવાજોને પડકારે અને ભવિષ્ય તરફ સાચી દિશાએ દોરી જાય એવી અભિલાષા સહ 

જય ભીમ

જય સંવિધાન


Comments

Popular posts from this blog

#પૂના કરાર