દિપદાનોત્સવ
આ આસો મહિનામાં આપણે બે તહેવાર ઉજવીએ છીએ, દશેરા અને દિવાળી. જેની પાછળ અનુક્રમે રાવણ વધ અને શ્રીરામનુ અયોધ્યા આગમનની વાતો આપણને નાનપણથી ભણાવવામાં તેમજ જણાવવામાં આવી રહી છે. અહીં સુધી કે ઈન્ટરનેટ (વિકિપીડીયા તથા અન્ય) થી માંડીને પાઠ્યપુસ્તકો તેમજ નાની નાની ચોપડીઓથી માંડીને છાપા-પુર્તીઓ ને માટા સાહિત્યિક પુસ્તકો પણ એ જ દર્શાવે છે. એટલે તેની પાછળ રહેલ કથાનકો જાણવા મળે છે, આ બંને દિવસે લોકો કઈ રીતે આ તહેવાર ઉજવે છે. તેવી બાબતો વિશે આપણને જાણકારીઓ મળતી રહેતી હોય છે. પણ આપણને ક્યારેય પણ એ જાણવામાં નથી આવતુ અથવા એ જાણકારી છુપાયેલી રહે છે કે વાસ્તવમાં આ તહેવારો ઉજવવાની શરૂઆત ક્યારથી થઈ? શ્રીમદ વાલ્મિકીકૃત રામાયણ જે શ્રીરામ-રાવણનો આધારભૂત સ્ત્રોત છે. તે અનુસાર રાવણ વધ ફાગણ વદ અમાસ અથવા ચૈત્ર સુદ એકમના રોજ થયેલ હતો. અને શ્રીરામનુ અયોધ્યા આગમન ચૈત્ર મહિનામાં થયુ. રામાયણ અનુસાર તે દિવસ ચૈત્ર સુદ 6 (છઠ્ઠ) હોવો જોઇએ. આમ વનવાસ, રાવણવધ અને શ્રીરામના અયોધ્યા પાછા ફરવાની ઘટનાઓ ફક્ત માર્ચ-એપ્રિલ (ચૈત્ર) મહિનામાં જ બની હતી. શું તે આપણી સાથે થતી સૌથી મોટી છેતરપિંડી નથી કે જેના દ્...