Posts

Showing posts from October, 2025
 આપણે મૃતભોજ ઉપર વાત કરી રહ્યા હતા અને એના અનુસંધાને કોમેન્ટ આવી કે બીજી ઘણી બધી રૂઢિઓ અને કુરિવાજ છે  એના વિશે કેમ કોઈ બોલતું નથી એનું કારણ એ છે કે મૃત્યુ ભોજન એ બ્રાહ્મણોએ મોટાભાગના શુદ્ર સમાજમાં ઘુસાડેલું એક જબરદસ્તી નું દુષણ હતું જેમાં વર્ષો પહેલા આપણા વડવાઓએ મૃત ભોજન સાટુ કરીને એમની મોટાભાગની જમીનો વેચીને પણ મૃત ભોજન કરેલા હતા. મને થોડું થોડું યાદ છે કે બાર  તેર દિવસ સુધી સતત ઉભી વાડીએ ઘી અને ગોળ નું ભોજન થતું, લાડવા થતા,નાત જમણ થતું, એના પછી સરામણું શ્રાદ્ધ થતું,ગંગાજી જતાં,એ રહી જતું હોય એટલે ભજન થતાં આ બધામાં મોટાભાગનો ખર્ચો એકદમ બિનજરૂરી હતો છતાં પણ બ્રાહ્મણે બતાવેલ મોક્ષ માટે કરીને પોતાના વડવા ને સ્વર્ગ અને મોક્ષ મળે એ માટે કરીને લોકો પોતાની જમીન જાગીર વેચીને પણ આ બધું કરતા અથવા દાગીના અડાણા મુકતા અથવા આખી જિંદગી વ્યાજ ભરતા એમાં પાછો  ગામના વાણીયા ને લાભ થતો એ વખતે વિદ્રોહ કરવાની સમજ સામાન્ય દલિત પરિવાર કે સમાજમાં હતી નહીં કારણ કે એ વખતે આપણો મોટાભાગનો સમાજ અશિક્ષિત હતો. એમણે બાબાસાહેબને કે બાબા સાહેબના લખેલા પુસ્તકોને વાંચ્યા નહોતા, પરંતુ અંગ્રેજો આવવાથી,ફ...