Posts

Showing posts from July, 2025

સમાજ ના ડખા

સમાજ એટલે શું? સમાજની જરૂર કેમ છે, સમાજ બનાવવો કેમ પડ્યો?  સંજય ભાટિયા ના જયભીમ  આધુનિક યુગમાં સમાજ એટલે પરિવર્તન ની દિશા તરફ આગળ વધી ને પોતાના લોકોનું હિત કરવું તથા આવનારી ભવિષ્યની પેઢીને બાબાસાહેબે આપેલા સૂત્ર પ્રમાણે શિક્ષિત કરવી અને મજબૂત કરવી એનો હાથ પકડી ઉપર લાવવાનો સતત પ્રયત્ન કરવો એ સમાજનો પ્રથમ પાયો છે અને આ પાયાનું રોપણ આપણા મસીહા એવા બાબાસાહેબ એ કરેલું છે તેમણે સતત અભ્યાસ કરી ને આપણો વિચાર કરી આપણા ભવિષ્યનો વિચાર કરીને આપણને અંધકારની ગર્તામાંથી દૂર એક ઝળહળતા પ્રકાશ તરફ લાવવાનો સતત પ્રયાસ કરેલો છે અને તે પ્રકાશની જ્યોત એટલે આજના ભાટિયા સાહેબ, પરમાર સાહેબ,રાઠોડ સાહેબ, ચૌહાણ સાહેબ, ચાવડા સાહેબ વાઘેલા સાહેબ, સોલંકી સાહેબ, મકવાણા સાહેબ..... વગેરે વગેરે આપણા સમાજના સાહેબો .. બાબાસાહેબ ના પ્રયત્નોના કારણે કહેવાણા અને આ સાહેબ લોકોને સાહેબ કેમ કહેવાય કારણ કે આ લોકો સતત પરિવર્તનની દિશામાં રહીને શિક્ષણને પ્રાવધાન આપીને વિચારશીલ રહી સમાજને યોગ્ય દિશા તરફ વાળવના તથા બાબા સાહેબે જે અધૂરું કામ મૂક્યું છે તેને પૂરું કરવું..... જેમકે સૌ પ્રથમ તો મનુવાદ નો નાશ કરવો તથા મનુવાદને પો...

સંઘર્ષ??

 આપણા સમાજને આપણા બાબા સાહેબે ત્રણ સૂત્ર આપેલા શિક્ષિત બનો,સંગઠિત બનો અને સંઘર્ષ કરો... આજે આ આપણો સમાજ શિક્ષિત બનેલો સમાજ નાના-નાના ટોળાઓમાં સંગઠિત થઈ રહ્યો છે અને સંઘર્ષ ની પરિભાષા શું છે એ એને એની જાણે કોઈ ખબર જ નથી! બાબા સાહેબે કહેલું કે સંઘર્ષ કરો. ડટીને રહો , ગમે તેવી મુસીબત આવે તો પણ સંગઠિત થઈ અને છેલ્લે સુધી સંઘર્ષ કરશો તો પરિણામ મળશે જ... દલિત સમાજ હંમેશાં છેલ્લે સુધી સંઘર્ષ કરે છે ને ત્યારબાદ સમાજના જ દલાલોના દબાણ વશ થઈને આપણો વર્ષોનો દુશ્મન(મનુવાદીઓને) ના શરણે થઈ જાય છે. આપણા જ બાપે કાયદો બનાવ્યો છે પરંતુ એ કાયદાનું ભાન આજે પણ આપણા આ પલિત સમાજને નથી અને છેલ્લે કોઈપણ કેસ જોઈ લ્યો આપણો જ દુશ્મન વિજેતા થઈ રહ્યો છે આવું કેમ??? આજના સમયમાં આ આપણા સમાજ પાસે સંગઠન,ગુપ્તતા અને એક સૂત્રતા નો અભાવ વર્તાઈ રહ્યો છે આજે દલિત સમાજની કોઈપણ મેટર બને તો કોંગ્રેસ ભાજપના મોરચાના કે નાના મોટા સંગઠનો ચલાવતા પરચુરણ, પગલુછણીયા એવા ફોલ્ડરિયા નેતાઓ પોતાનો લાભ ખાટવા માટે અને પોતાની પ્રસિદ્ધિ માટે ગમે તે હદે જઈને પણ(સમાધાન ના માર્ગ દ્વારા) દુશ્મનના ખોળામાં બેસીને સમાજ સાથે અમુક સમયે ગદ્દારી કરી ર...