બંધારણ ના શિલ્પી
1946ના વર્ષમાં ભારતીય રાજકીય પ્રવાહો પ્રવેગથી વહી જતા હતા.બરાબર ચૂંટણી સમયે લાલકિલા માં “આઝાદ હિંદ ફોજ”નો ઐતિહાસિક મુકદમો ચાલ્યો હતો. જેનો મહત્તમ યશ લોકપ્રિયતા કોંગ્રેસને પ્રાપ્ત થતાં ફ્રેબુઆરી, 1946ની ચૂંટણીમાં તેનો જ્વલંત વિજય થયો હતો. પરિણામે (હવે) તે કોઈને પણ મચક આપવા તૈયાર નહોતી. દલિતોને અલગ પ્રતિનિધિત્વનો તે સાફ ઇન્કાર કરી દીધો હતો. કેબિનેટ મિશનના સિફારીશ સંદર્ભમાં સંવિધાન નિર્માણ સભા સાકાર થઈ રહી હતી. પ્રથમ અસ્થાયી પ્રધાનમંડળ પંડિત નહેરુના નૈતૃત્વ હેઠળ સપ્ટેમ્બર, 1946માં રચાયું તેમાં નવદિત નવયુવાન બિહારી બાબુ જગજીવનરામ ની જગ્યા મળી હતી. (કોંગ્રેસ ડૉ. આંબેડકર સામે જગજીવન રામને વિકસાવી રહી હતી.) જ્યારે ના કહેતા અને ના..ના...કરતાં મુસ્લિમ લીગ છેવટે ઓકટોબર, 1946 માં મંત્રીમંડળમાં જોડાયુ જેની યાદીમાં પણ જોગેન્દ્રનાથ માંડલ ના મૂકવામાં આવ્યા હતા. જે ડો. આંબેડકરના અનન્ય સાથીદાર હતા. ડો. આંબેડકર માટે કપરો કાળ હતા પરંતુ આ ધૈર્ય નો મેરુ ડગે તેમ નહોતો. ઓકટોબરમાં લંડનમાં લટાર મારી આવ્યા અને મજૂર સરકારના માંધાતાઓને મળી સમજાવવાનો પુરુષાર્થ કરી જોયો પરંતુ આ અરણ્ય રુદન જેવ...