6 ડિસેમ્બર1956
"ડૉ. આંબેડકર જીવન અને કાર્ય" પુસ્તક માંથી બાબાસાહેબ ના અંતિમ દિવસની સફર 5મી ડિસેમ્બર વહેલી સવારે નાનકચંદ રત્તુ ઉઠ્યા ઉઠીને જોયું તો બાબાસાહેબ સુતેલા હતા તે પછી બાબાસાહેબ સવારે 8:45કલાકે ઉઠયા. નાનકચંદ રત્તુ તેમની રજા લઈ સાઇકલ પર નોકરીએ ગયા. ડો.સવિતા આંબેડકર (ડૉ.શારદા) ડૉ.માલવણકર સાથે બપોરે 1:30 કલાકે કાર લઈ બજારમાં ગયા હતા. સાંજે સાડા પાંચ સુધી પરત ન આવ્યા. તેથી બાબાસાહેબ ખૂબ જ ગુસ્સે થયેલા. નાનકચંદ રત્તુ ના આવ્યા બાદ તેઓ પરત ફર્યા હતા રાત્રે 8 વાગ્યે બાબાસાહેબ થોડા શાંત થયા. જૈન પ્રતિનિધિ મંડળ મળવા આવ્યું તો તેમને મળ્યા.તે પછી બૌદ્ધ અને જૈન ધર્મ વિશે થોડી ચર્ચાઓ થઈ પ્રતિનિધિ મંડળે "બૌદ્ધ ઔર જૈન" પુસ્તકની એક નકલ બાબાસાહેબ ના હાથમાં આપી. નાનકચંદ રત્તુ એ થોડીવાર બાબાસાહેબના પગ દબાવ્યા. માથામાં તેલ પણ ચોળી આપ્યું. બાબાસાહેબને થોડું સારું લાગ્યું તેથી તેમણે પલંગના હાથા ઉપર જમણા હાથની આંગળીઓ દ્વારા તાલ દઈ કશુંક ગાયું. એ ધૂન હતી... બુદ્ધમ્ શરણમ્ ગચ્છામી.. રત્તુએ તે ગીત રેડીયોગ્રામ પર વગાડ્યું. રેકર્ડ વાગતા બાબાસાહેબ તેમાં તલ્લીન થઈ એની સાથે ગાતા હતા. જમવાનો ...