આપણે મૃતભોજ ઉપર વાત કરી રહ્યા હતા અને એના અનુસંધાને કોમેન્ટ આવી કે બીજી ઘણી બધી રૂઢિઓ અને કુરિવાજ છે  એના વિશે કેમ કોઈ બોલતું નથી એનું કારણ એ છે કે મૃત્યુ ભોજન એ બ્રાહ્મણોએ મોટાભાગના શુદ્ર સમાજમાં ઘુસાડેલું એક જબરદસ્તી નું દુષણ હતું જેમાં વર્ષો પહેલા આપણા વડવાઓએ મૃત ભોજન સાટુ કરીને એમની મોટાભાગની જમીનો વેચીને પણ મૃત ભોજન કરેલા હતા. મને થોડું થોડું યાદ છે કે બાર  તેર દિવસ સુધી સતત ઉભી વાડીએ ઘી અને ગોળ નું ભોજન થતું, લાડવા થતા,નાત જમણ થતું, એના પછી સરામણું શ્રાદ્ધ થતું,ગંગાજી જતાં,એ રહી જતું હોય એટલે ભજન થતાં આ બધામાં મોટાભાગનો ખર્ચો એકદમ બિનજરૂરી હતો છતાં પણ બ્રાહ્મણે બતાવેલ મોક્ષ માટે કરીને પોતાના વડવા ને સ્વર્ગ અને મોક્ષ મળે એ માટે કરીને લોકો પોતાની જમીન જાગીર વેચીને પણ આ બધું કરતા અથવા દાગીના અડાણા મુકતા અથવા આખી જિંદગી વ્યાજ ભરતા એમાં પાછો  ગામના વાણીયા ને લાભ થતો

એ વખતે વિદ્રોહ કરવાની સમજ સામાન્ય દલિત પરિવાર કે સમાજમાં હતી નહીં કારણ કે એ વખતે આપણો મોટાભાગનો સમાજ અશિક્ષિત હતો. એમણે બાબાસાહેબને કે બાબા સાહેબના લખેલા પુસ્તકોને વાંચ્યા નહોતા,

પરંતુ અંગ્રેજો આવવાથી,ફૂલે જેવા બાહોશ વ્યક્તિઓ પેદા થવાથી,અને ત્યારબાદ આપણા મસીહા બાબાસાહેબ  થકી શિક્ષણ માં અને રાજકારણમાં અનામત મળવાથી અને ગામની અન્ય શુદ્ર પ્રજા (કણબી, ઘાંચી,વાળંદ,કુંભાર,લુહાર, વગેરે..)એ વખતે શિક્ષણ પ્રત્યે અજાગૃત હોવાથી દલિતોને ચાન્સ મળ્યો અને દલિત ભણ્યા નોકરી લીધી અને એ પેઢી થોડી જાગૃત થઈ એના બાદ ની પેઢી થોડી વધુ જાગૃત થઈ અને આજે ચોથી પેઢી પૂર્ણ જાગૃત થયા બાદ જો મૃત્યુ ભોજન કે બ્રાહ્મણોએ થોપેલા અન્ય રિવાજોને સ્વીકારે છે તો એ પ્રજાતિ મહા મૂર્ખ ગણાય અને વર્ષોથી ચાલી આવતી પરંપરા ને રોકવી એ આ પેઢીના હાથમાં છે કારણ કે જો બાબા સાહેબ એ વખતે ૩૩ કરોડ દેવી-દેવતા ની નસબંધી કરી શકતા હોય તો આપણે તો ફક્ત એમના બતાવેલા રસ્તે જવાનું છે એમણે ઓલરેડી આપણા માટે એક રોડ મેપ તૈયાર કરી રાખેલો છે આપણે ફક્ત એમના કહ્યા અનુસાર ચાલવાનું છે અને એક કુરિવાજ બંધ થશે તો બીજા કુરિવાજો આપોઆપ બંધ થવાના થવાના ને થવાના,

સમાજે સમાજે અને ગામે ગામે થોડા ઘણું જાગૃત થવામાં મોડા વેહલું થશે થશે પણ, જાગૃતિ જરૂર આવશે કારણ કે સમાજ અને સમાજનો દરેક વ્યક્તિ આજે હોશિયાર છે પણ સાથે થોડો બીકણ પણ છે પહેલ કરવાની વાર હોય છે એટલે જોકે આ પહેલ 34સી સમાજે કરેલી છે સાથે સાથે અન્ય વણકર સમાજ અમુક જગ્યાએ વાલ્મિકી સમાજ અમુક જગ્યાએ શ્રીમાળી સમાજ આ લોકોએ પણ મૃત્યુભોજ બંધ કરેલ છે

એટલે ફકત શરૂઆત કરવાની જરૂર છે, કહેવાય છે કે જે કોઈ આવી શરૂઆત કરે છે, એને અનેક અડચણો આવે છે,વિરોધ પણ થાય છે, પણ છેલ્લે એક નવી પહેલ બને છે જેનાથી ભવિષ્યમાં આવા કુરિવાજો ધીરે ધીરે નામશેષ થાય છે અને બ્રાહ્મણવાદ પાંગળો બને છે...

એટલે ટૂંકમાં લાખ વિરોધ હોવા છતાં શરૂઆત કરવી જ પડે અને છેલ્લે એ લેખે લાગે જ...

🐘

અહીંયા મુકેલો હાથી એ પ્રતીક માત્ર છે.


જય ભીમ


Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/IVOzGjPgdHSEhYrOR1SrhK

Comments

Popular posts from this blog

#પૂના કરાર

સમાજ ના ડખા