પૂના કરાર અને ચમચાયુગ

24 સપ્ટેમ્બર ,1932

#પૂનાકરાર

#કાલો દીવસ

#ચમાચાયુગની શરુઆત





        આજની તારીખ છે 24/09/2029 આજથી બરાબર       88 વર્ષ પહેલા એટલે કે 24/09/1932 ના રોજ બાબા સાહેબ આંબેડકર અને ગાંધી વચ્ચે એક કરાર થયો હતો કે જે "પૂનાકરાર" તરીકે ઓળખાય છે.


          બાબા સાહેબના સશક્ત નેત્રુત્વના લીધે 20 ઓગષ્ટ 1932ના રોજ અંગ્રેજ સરકારે કોમ્યુનલ એવોર્ડ આપ્યો કે જેના થકી દલિતોને અલગ નિર્વાચન ક્ષેત્ર અને બે મતનો અધીકાર મળ્યો અધીકારની વિરુધ્ધમા મીસ્ટર ગાંધીએ 20/09/1932મા આમરણાંત ઉપવાસ શરુ કર્યા.આખરે નાછૂટકે બાબાસાહેબે ગાંધીની જાન બચાવવા માટે બે મતનો અધીકાર અને અલગ નિર્વાચન ક્ષેત્ર છોડ્યુ અને 24/09/1932 મા એક કરાર થયો કે જેને "પૂનાકરાર" કહેવામા આવે છે.આ પૂનાકરારમાં અનામત સીટો મળી.કે જેના થકી આજના અનામતીયા નેતાઓ ચૂંટાય છે.


        આ પૂનાકરારથી જ ચમચાયુગની શરુઆત થઈ.જે અનામતની સીટ ઉપર ચૂંટાઈને અનામતીયા નેતાઓ બહાર આવે છે તે મોટાભાગના ચમચાઓ ,દલાલો,દોગલાઓ,પીઠ્ઠુઓ જ છે."પૂનાકરારથી ફક્ત ચમચાઓ પેદા થયા છે " જો આવુ કહેવામા આવે તો પણ અતિશયોક્તી નથી.


        અત્યારે અનામત સીટ ઉપરથી ચૂંટાઈ આવેલા નેતાઓ  સમાજ કરતા પોતાની પાર્ટીને જ વફાદાર વધુ હોય છે અને આ જ ચમચાયુગ છે કે જેની વાત માન્યવર કાંશીરામ સાહેબે તેમના પુસ્તક "ચમચાયુગ"મા કરી છે.આ પૂનાકરારથી કેવી અસરો થઈ,કેવી રીતે બે મતનો અધીકાર મલ્યો,કેવી રીતે ચમચાયુગ આવ્યો,એ ચમચાયુગ કેવી રીતે ખત્મ કરી શકાશે એ બધી માહીતી આ પુસ્તકમા આપેલી છે.તો આ ચમચાયુગ પુસ્તક વાંચજો...

Comments

Popular posts from this blog

#પૂના કરાર

સમાજ ના ડખા